ભાવનગરથી મુંબઈની ડેઇલી ફ્લાઈટ સેવા શરુ થશે

અમદાવાદ: ગુજરાત અને મુંબઈ વચ્ચે નિયમિત રીતે મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે ગુજાર્તને મુંબઈ સાથે જોડતી વધુ એક ફ્લાઈટ સેવા શરુ થવા જી રહી છે. એક અંગ્રેજી સમાચારપત્રના રીપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ ભાવનગરથી મુંબઈની ડેઈલી ફ્લાઈટ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ધંધાદારીઓ અને અલંગમાં જહાજ તોડવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં એર કનેક્ટિવિટી વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. એર ઇન્ડિયા દ્વારા આખરે આ દિશામાં પગલું લેવામાં આવ્યું છે.

આ અહેવાલ પ્રમાણે અઠવાડિયાના તમામ દિવસે ભાવનગર-મુંબઈ વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ કરાશે. હાલમાં એર ઈન્ડિયા સોમથી ગુરુવાર સુધી 4 દિવસ  ભાવનગર-મુંબઈ ફ્લાઈટ ઉડાન ભરે છે. ત્યારે 28 જાન્યુઆરીથી મુંબઈ-ભાવનગર વચ્ચે ડેઈલી ફ્લાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે.  

error: Content is protected !!