એશિયન ગેમ્સમાં ડાંગની યુવતીએ મેળવ્યો ગોલ્ડ મેડલ

ડાંગ: ઈન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેણીએ 40૦ મીટર રીલે દોડમાં મેડલ મેળવતા તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે.

Image may contain: 1 person, smiling, standing

સરિતાએ 400 મીટર રીલે દોડ માત્ર 59.08 સેકન્ડમાં પુર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો. પિતા ખેત મજૂર અને એક નાની બહેન ઘરકામ કરે છે. તેમને મદદરૂપ બનતી આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને આજે પરિવાર સહીત સમાજનું નામ પણ રોશન કર્યું છે.

Image may contain: 1 person, playing a sport, shoes and outdoor

કોલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી. ત્યારબાદ કર્ણાટકમાં ઓલ ઈન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી. જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડમિશન થતા તે નેશનલ પ્લેયર બની હતી. ત્યારબાદ સરિતાએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં સરિતાએ નેશનલ લેવલે 3 મેડલ જીત્યા છે.

error: Content is protected !!