બદનક્ષી કેસ: કોર્ટે મેઘા પાટકરને 10 હજારનો દંડ ફટકારી ચેતવણી પણ આપી

નવી દિલ્હી, દેશગુજરાત: નર્મદા બચાઓ આંદોલન(એનબીએ) સાથે સંકળાયેલ મેઘા પાટકર અને કેવાયસી અધ્યક્ષ વી.કે. સક્સેનાની તરફથી એકબીજાની વિરુદ્ધમાં નોંધાવવામાં આવેલા બદનક્ષીના કેસની સુનાવણી દરમિયાન વારંવાર ગેરહાજર રહેતા મેઘા પાટકરને દિલ્હીની કોર્ટે ગુરુવારે રૂ.10000નો દંડ ફટકાર્યો હતો.

મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ વિક્રાંત વૈદ્યે મેઘાને એક છેલ્લી તક આપતા ચેતવણી આપી હતી કે, જો આ વખતે તે હાજર થવામાં અસફળ રહી તો સક્સેનાની સામે કરવામાં આવેલી તેની ફરિયાદને રદ્દ કરી દેવામાં આવશે.

અદાલતે 26 જૂનના રોજ પાટકરને “ભવિષ્યમાં સાવચેત” રહેવાની ચેતવણી આપી હતી અને સાથે જ 29 મેએ તેની અનુપસ્થિતિને લઈને કરવામાં આવેલા બિન-જામીન પાત્ર વોરંટને રદ્દ કરી દીધો હતો.

અગાઉ પણ કોર્ટમાં સુનાવણી દરમિયાન અનુપસ્થિત રહેનાર  મેઘા પાટકરને જાન્યુઆરી, 2015માં પણ કોર્ટે રૂ.૩૦૦૦નો ખર્ચ લાદ્યો હતો. આ સાથે જ હવે તેને છેલ્લી તક માટેની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદ સ્થિત એનજીઓ નેશનલ સિવિલ લિબર્ટીઝ (એનસીસીએલ) ના પ્રમુખ વી કે સક્સેના અને પાટકર વર્ષ 2000 થી ‘બદનક્ષી’ની ફરિયાદને લઈને કાનૂની  લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેઘાએ તેની અને એનબીએ સામે જાહેરાત પ્રકાશિત કરવા બદલ સક્સેના વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતો.

error: Content is protected !!