કુરંગા નજીક જીઆઇડીસી સ્થાપવામાં માંગ, ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા નજીક ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે સુઈનેશ ખેડૂત સીમ મંડળ દ્વારા આ બાબતોની પડતર રજૂઆતો પર ધ્યાન આપી યોગ્ય કરવા અંગે અરજી કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ માટે ઔદ્યોગિક એકમો જરૂરી છે. ત્રણ એકમોને બાદ કરતા અહીં મોટા ઉદ્યોગો ન હોવાને કારણે રોજગારીમાં સમસ્યા ઉદ્દભવી રહી છે. આ અંગે સુઈનેશ ગામના ખેડૂતો અને શિક્ષીતો દ્વારા આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો સ્થાપવા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.

આ વિસ્તારમાં બિનઉપજાવ અને ફાજલ જમીન પડેલી હોવાથી અહીં ઔદ્યોગિક એકમ તરીકે લાઈટ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તો સ્થાનિક શિક્ષિત લોકો દ્વારા અહીં નાના મોટા ઉદ્યોગો ઉભા કરી રોજગારી ક્ષેત્રે ઉમદા તક ઉભી કરવામાં આવી શકે છે.

ગુજરાતના સમતોલ વિકાસને ધ્યાનમાં રાખીને અહીં માંગને ધ્યાનમાં લઈને જીઆઇડીસી સ્થાપવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

error: Content is protected !!