નોટબંધીને લીધે આતંકવાદીઓ કંગાળ થઇ જતા ઘાટીમાં બેંકો લૂંટવાની ઘટનાઓ વધી હતી

નવી દિલ્હી, દેશગુજરાત

રાજ્યસભામાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક લેખિત જવાબમાં જણાવાયું છે કે નોટબંધી બાદ કાશ્મીર ઘાટીમાં લશ્કર-એ-તોઈબા અને હિઝબુલ મુજાહીદ્દીન જેવા આતંકવાદી સંગઠનો પૈસેટકે ખુવાર થઇ ગયા છે અને તેમની પાસે રોકડની ભારે તંગી છે. આવામાં આ સંગઠનો ઘાટીમાં બેંકલૂંટને અંજામ આપી રહ્યા છે.

ગયા વર્ષના જુલાઈથી આ વર્ષની 15 જુલાઈ સુધી જમ્મુ કાશ્મીરમાં બેંક લૂંટવાના 9 મામલાઓ સામે આવ્યા હતા જેમાંથી 5 બેન્કના એટીએમ ચોરી કરવાના હતા. ગુહ મંત્રાલયના જવાબમાં એવું સૂચિત કરવામાં આવ્યું છે કે ઉપરોક્ત સમયગાળામાં કુલ રૂ. 1 કરોડ 17 લાખ 61 હજાર 550 ની લૂંટ થઇ હતી જેમાંથી 1 લાખ 99 હજાર રૂપિયા સુરક્ષાદળોએ અલગ અલગ ઓપરેશનમાં જપ્ત કઈ લીધા છે અને આ મામલામાં કુલ દસ વ્યક્તિઓને પકડી પણ લેવાયા છે. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

નોટબંધી બાદ ઘાટીમાં બેંક લૂંટવાની ઘટનાઓ વધી હોવાથી એ સાબિત થાય છે કે સરકારે નિયમોને કડકાઈથી અમલમાં મૂક્યા છે અને હવાલાથી થતો કારોબાર પણ અટકી ગયો છે. આમ થવાથી આતંકવાદી સંગઠનોનું ફંડિંગ તેમજ તેમને નાણાંકીય મદદ કરતી સંસ્થાઓ પર પણ અસર પડી છે અને તેથી આ સંગઠનોને રોકડની જબરી તંગી વર્તાઈ રહી છે.

હથીયારો ખરીદવા આતંકવાદીઓને રોકડની જરૂર પડતી હોવાથી તેઓ હવે બેંક લૂંટવા માંડ્યા છે અને લૂંટાયેલી રકમનો એક ભાગ પણ આતંકવાદીઓને મળવા ઉપરાંત બેંક લૂંટથી સરકારની પણ બદનામી થતી હોવાથી તેમને આ આસાન રસ્તો પસંદ કર્યો છે.

નોટબંધીથી બેંકોમાં વધુને વધુ રકમ જમા થઇ રહી છે આથી બેંકો લૂંટીને આતંકવાદીઓ એક તરફ પોતાના માટે રોકડની વ્યવસ્થા પણ કરી રહ્યા છે અને બીજી તરફ લોકોને બેંકમાં નાણા મુકવાથી ડરાવી પણ રહ્યા છે.

ગૃહ મંત્રાલયના જવાબ અનુસાર સૌથી વધુ બેંકલૂંટ દક્ષીણ કાશ્મીરના ત્રણ જીલ્લા પુલવામા, અનંતનાગ, શોપિયાં અને કુલગામ મુખ્ય છે. અહીં તેમને જનતાનું સમર્થન પણ હાંસલ છે.

પોલીસ જવાનો પાસેથી હથીયારો લૂંટવાની સૌથી વધારે ઘટનાઓ આ વિસ્તારમાં જ થઇ છે.

error: Content is protected !!