નોટબંધી: ખાતામાં મોટી રકમ જમા કરનારની વધી શકે છે મુશ્કેલી

નવી દિલ્હી, દેશગુજરાત: નવેમ્બર 2016માં નોટબંધી બાદ બેંક ખાતામાં 15 લાખ અથવા તેનાથી વધુ રૂપિયા જમા કરાવનાર સામે આયકર વિભાગ પગલાં લેવા જઈ રહ્યું છે. આયકર વિભાગે 15 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવનાર 2 લાખ લોકોને નોટીસ મોકલી છે. સમાચાર એજન્સી મુજબ, ડીસેમ્બર 2016 અને જાન્યુઆરી 2017 દરમિયાન અંદાજે 1.98 લાખ લોકોએ પોતાના ખાતામાં 15 લાખ કે તેનાથી વધુ રકમ જમા કરવામાં આવી હોવાનું આયકર વિભાગની તપાસમાં સામે આવ્યું છે. જોકે, સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, ‘નોટીસ મોકલવામાં આવી છે પરંતુ અમને આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી.’

નોટીસનો જવાબ નહીં દેનાર સામે થશે કાર્યવાહી

ચંદ્રાએ કહ્યું કે, ‘જે લોકોને નોટીસ પાઠવવામાં આવી છે તેઓ જો એ બાબતે જવાબ ન આપે તો તે ખાતાધારકો સામે વિભાગ તરફથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’ તેમણે ઉમેર્યું કે, ગયા ત્રણ મહિનામાં લગભગ 3,000 લોકોએ ટેક્સ ચોરી અને વિલંબથી ટેક્સ ભરનાર સામે  કેટલાક કેસો નોંધવામાં આવ્યા છે. તેમણે એ પણ કહ્યું હતું કે, આવકવેરા વિભાગ નોટબંધીને પ્રોત્સાહિત કરવા માટે ઇ-મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

 ટેક્સ ઓનલાઈન જ ભરી શકાય છે

ચંદ્રાએ કહ્યું કે, આ વર્ષે પરીક્ષણના આધારે અમે ઈ-એસેસમેન્ટની શરૂઆત કરી અને ત્રણ મહિનામાં અંદાજે 60,000 ઈ-મૂલ્યાંકન કરવામાં આવ્યા છે. અમને આશા છે કે, આવનાર સમયમાં આ સંખ્યામાં વધારો થશે. ઈ-એસેસમેન્ટ મારફતે કોઈપણ વ્યક્તિ પોતાનો ટેક્સ ઓનલાઈન જ ફાઈલ કરી શકે છે. જેનાથી, તેઓને વારંવાર આયકર વિભાગની ઓફીસના ધક્કા ખાવા પડશે નહીં.

error: Content is protected !!