પાણીપુરીને લઈને રાજ્યમાં ચાલતી કાર્યવાહી અંગે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન

ગાંધીનગર: ગુજરાતના ઉપ મુખ્યમંત્રીએ નીતિન પટેલ સુગર ટેક્નોલોજી એસોસિએશનના કોન્વોકેશનમાં હાજર રહ્યાં હતાં. જેમાં તેમણે ઓછા પાણીથી વધુ પાક મેળવવા શેરડી, ડાંગર, કેળાના પાકમાં સિંચાઈ માટે ડિપ ઈરિગેશ અપનાવવાનું કહ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી અને સહકાર મંત્રી  ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્વોકેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ડેલિગેશન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

નીતિન પટેલે કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા કહ્યું કે, રાજ્યમાં વધુમાં વધુ સુગર મિલ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવેલી છે. જેને લઈને ખાંડ ઉત્પાદનમાં ગુજરાતની અગ્રીમતા આપવામાં આવશે. ખાંડ ઉત્પાદનમાં ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, શેરડી, ડાંગર, કેળાના પાકમાં સિંચાઈ માટે ડિપ ઈરિગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓછા પાણીથી વધુ પાક મેળવવા આયોજન કરવામાં આવશે.

રાજ્યમાં હાલ પાણીપુરીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. જે અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, સેંકડો ચીજવસ્તુની નાની મોટી લારીઓ તેમજ દુકાનો છે. આ નાના મોટા ધંધાથી હજારો લોકોને રોજગારી મળે છે. સમગ્ર ગુજરાતમાં પાણીપુરી કે અન્ય પ્રકારની લારીઓ દ્વારા મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે. પરંતુ કેટલીક સિઝનમાં ફેલાતા રોગચાળાને લઈને તપાસ કરવી અનિવાર્ય હોય છે. તપાસમાં કોઈ અખાદ્ય પદાર્થ મળી આવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, સ્વચ્છ જગ્યા હોય તો કોઈ તકલીફ નથી. પરંતુ નાસ્તાની વસ્તુ જો અસ્વચ્છ સ્થળો પર બનતી હોય તો નિયંત્રણ જરૂરી છે. રાજ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે કાળજી લેવામાં આવી રહી છે.

ડોક્ટરોની હડતાળને લઈને નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારના કાયદાની સામેની જોગવાઈમાં ડોક્ટરોને વિરોધ છે. નવી મેડિકલ કોલેજ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં મેડિકલ કોલેજની ફી ગુજરાતમાં સૌથી ઓછી છે. ડોક્ટરોના હિતમાં સંકલન કરીશું. રાષ્ટ્રીયકક્ષાનો નિર્ણય ડોક્ટરોની લાગણી કેન્દ્ર સુધી પહોંચાડીશું. હોસ્પિટલ ચલાવવાનો ખર્ચ જોતા ફી ખુબ જ ઓછી છે.

error: Content is protected !!