દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં મોત

નવી દિલ્હી : દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં મોત નિપજતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.  શિવાની દિવાળી દરમિયાન દિલ્હીમાં ગીઝર ચાલુ કરતાં આગ લાગી હતી અને તેના કારણે દાઝી ગઈ હતી. તેને પ્રાથમિક સારવાર મુંબઈની ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. પરંતુ મુંબઈની હોસ્પિટલમાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા તેને સિંગાપોર લઈ જવામાં આવી હતી. જ્યાં સિંગાપોરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે (રવિવારે) શિવાનીનું મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

મળતી માહિતી મુજબ, શિવાનીના મૃતદેહને સિંગાપોરથી હવાઇમાર્ગે દિલ્હી લાવવામાં આવશે. ત્યાંથી પછી ગુજરાતમાં માદરે વતન જામનગર લાવવામાં આવશે. પૂનમ માડમની 23 વર્ષીય પુત્રી શિવાની ગત દિવાળી દરમિયાન તેમના દિલ્હીમાં આવેલા નિવાસસ્થાને ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. જોકે, અગાઉ સાંસદના જામનગરના સત્તાવાર કાર્યાલય પરથી માહિતી આપવામાં આવી હતી કે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને શિવાની ગીઝર ચાલુ કરતાં આગ લાગી હતી અને તેના કારણે દાઝી ગઈ હતી. માહિતી મુજબ ફટાકડા ફોડતાં આ અકસ્માત બન્યો હતો

error: Content is protected !!