સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક કેવડિયામાં 20 થી 22 ડિસેમ્બર સુધી ડીજીપી પરિષદ યોજાશે, વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા

ગાંધીનગર: વાર્ષિક ડીજીપી પરિષદ આ વર્ષે 20 થી 22 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક કેવાડિયામાં યોજાશે.

ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજે (બુધવારે) કહ્યું હતું કે, દેશભરના ડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ પરિષદમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોભલ આ પરિષદમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

છેલ્લા 3 વર્ષમાં આ બીજી વખત બનશે કે ગુજરાતમાં આ પરિષદ યોજાઈ રહી છે. અગાઉ 2016 માં તે કચ્છના ધોરડોમાં ટેન્ટ સિટીમાં યોજવામાં આવી હતી.

error: Content is protected !!