ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ, સોમવારથી શરુ થશે નવો અભ્યાસક્રમ

ગાંધીનગર, દેશગુજરાત: 16મી ઓક્ટોબરે ગુજરાતની શાળાઓમાં શરૂ થયેલી દિવાળીની રજાઓ આજે (5 નવેમ્બર રવિવારે) સમાપ્ત થાય છે. આવતી કાલે 6 નવેમ્બર સોમવારથી શૈક્ષણિક વર્ષનો બીજો ભાગ શરુ થશે અને તે એપ્રિલ મહિના સુધી ચાલુ રહેશે. ભારતના અન્ય ભાગોમાં દિવાળીની ઉજવણી એક દિવસ માટે કરવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં પાંચ દિવસ સુધી દિવાળીનો તહેવાર ઉજવાય છે. જેમાં ગુજરાતી હિંદુ નવા વર્ષના  દિવસનો પણ સમાવેશ થાય છે. કેટલીક ખ્રિસ્તી મિશન દ્વારા ચલાવવામાં આવતી શાળાઓમાં દિવાળીની રજાઓ અપાતી નથી અને તેને બદલે ક્રિસમસની રજા આપવાનું પસંદ કરે છે, જ્યારે ગુજરાતમાં મોટાભાગની શાળાઓમાં  દિવાળીની લાંબી રજાઓ આપવામાં આવે છે. ગુજરાતી પરિવારો દિવાળીની રજાઓ દરમિયાન રાજ્ય, દેશ અને વિશ્વનાં વિવિધ પર્યટન કે ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. શાળાએ જતા બાળકોને હવે પછી આગામી રજાઓ ઉનાળાના વેકેશનની મળશે.

error: Content is protected !!