નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં

ગાંધીનગર: ગત ચોમાસાની ઋતુમાં અમદાવાદ જિલ્લામાં વરસાદ અપૂરતો થયો હતો. જેથી મર્યાદીત પાણીનો
જથ્થો ઉપલબ્ધ છે ત્યારે ચોમાસાની ઋતુ સુધી પાણીનો પર્યાપ્ત જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ બની રહે તે માટે
અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર, તેની શાખા નહેરો તેમજ નર્મદા કેનાલ આધારિત
પીવાના પાણીની બલ્ક લાઇનોમાંથી કોઇપણ ઇસમ/ખેડૂત/સંસ્થા દ્વારા બિનઅધિકૃત રીતે પાણીના વપરાશ
કરવા પર તા. ૧૫/૦૭/૨૦૧૯ સુધી કે બીજો હુકમ થાય ત્યાં સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદે
પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ સમયગાળા દરમિયાન કેનાલોમાંથી પંપ દ્વારા, ટેન્કર દ્વારા કે બીજા કોઇપણ સાધન દ્વારા
પાણી ભરવા પર, ભરાવવા પર, સિંચાઇ માટે પાણી ખેંચવું નહીં કે અન્ય રીતે ઉપયોગમાં લેવું નહીં. કેનાલની
પાઇપલાઇનો તોડવી નહીં. પરિશિષ્ટમાં જણાવેલ જળાશયની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં નવા બોર કરવા નહીં
કે કરાવવા નહીં તેમજ નવા ડીપવેલ, સબમર્શિબલ પંપનું પાણી કોઇપણ વ્યક્તિ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,
અમદાવાદની પરવાનગી લીધા સિવાય વેચાણ કરી શકશે નહીં કે કરાવી શકાશે નહીં.
સત્તાધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ અધિકૃત અધિકારીશ્રીઓને કે જેને અધિકૃત મંજૂરી
આપવામાં આવેલ હોય તેવા સાધનોને આ હુકમ લાગુ પડશે નહીં.

error: Content is protected !!