મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે ટ્રેન અને બસ વ્યવહારને વ્યાપક અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

મુંબઈ: મુંબઈમાં અનરાધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે ટ્રેન વ્યવહાર સહિતનો વાહનવ્યવહાર ઠપ થઈ જતા લોકોએ રવિવાર રાજાનો દિવસ ઘરમાં જ રહી પસાર કરવો પડ્યો હતો. ગયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

મુંબઈમાં રવિવારે સવારથી ધોધમાર વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન સેવાને અસર પહોંચી હતી. જ્યારે કેટલાંક વિસ્તારોમાં બસ સેવાના પૈડાં થંભી ગયા છે. મુંબઈના તિલક નગર, કુર્લા, સાયન, મુલુંડ, ઘાટકોપર, ચેમ્બુર, કિંગ સર્કલ, રાયગઢ, પાલઘરના રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. પાણી ભરાવાને કારણે કુર્લા, બ્રાંદ્રા, કિંગ સર્કલ, રાયગઢ, પાલઘર, હિંદમાતામાં બસોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. આ સાથે જ અનેક ટ્રેન રદ કરવામાં આવી છે.

error: Content is protected !!