સરકારે રજુ કરી નવી હજ નીતિ, સબસીડી દૂર કરવાની દરખાસ્ત

મુંબઈ, દેશગુજરાત: સરકારે રવિવારે નવી હજ નીતિ રજુ કરી હતી. સબસીડીની વ્યવસ્થા દૂર કરવા અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મેહરમ સિવાય હજ પર જવાની પરવાનગી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. હજ નીતિ 2018-22માં હજ યાત્રીઓને સમુદ્ર માર્ગે મોકલવાના વિકલ્પ પર કામ કરવાની વાત કરવામાં આવી છે. આ વિકલ્પ હજ યાત્રીઓ માટે સસ્તો વિકલ્પ બની શકે છે.

નવી હજ નીતિ

યાત્રાળુઓના પ્રસ્થાન સ્થાનોની સંખ્યા 21 થી ઘટાડીને 9 કરવામાં આવશે. હજ નીતિ તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને રીપોર્ટસોંપ્યો હતો.

નવી હજ નીતિને 2012ના ઉચ્ચત્તમ ન્યાયાલયના આદેશ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. ન્યાયાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 10 વર્ષની અવધિમાં સબસીડી દૂર કરવામાં આવે.

2018માં હજની યાત્રા નવી નીતિ પ્રમાણે થશે. કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, 2018માં નવી હજ નીતિ પ્રમાણે સૂચિત સુવિધાને ધ્યાને લઈને એક ઉત્તમ નીતિ ઘડવામાં આવી છે. નવી નીતિમાં હજ સમિતિ અને ખાનગી ટૂર સંચાલકો દ્વારા આવતા હજ યાત્રાળુઓના ગુણોત્તરને પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. હવેથી 70 ટકા યાત્રીઓ હજ સમિતિ મારફતે જશે અને 30 ટકા યાત્રી ખાનગી ટૂર સંચાલકોની મારફતે જશે. હવેથી 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ મેહરમ  સિવાય પણ હજની યાત્રા કરી શકશે. જોકે, તેઓ 4 મહિલાઓના સમૂહમાં જ જઈ શકશે. મેહરમ માટેના કોટા 200થી વધારી 500 કરવા માટેની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મેહરમ તેને કહેવાય છે જેની સાથે મહિલાના લગ્ન થઇ શકતા નથી. એટલે કે, પિતા, સગો ભાઈ, પુત્ર અને પૌત્ર-નવાસા મેહરમ હોઈ શકે છે.

સમુદ્રના માર્ગે હજની સફરના વિકલ્પ માટે સાઉદી અરબ સરકાર સાથે વિચાર-વિમર્શ કરવા અને સર્વિસ જહાજ કંપનીઓ રૂચી અને સેવા અંગે જાણકારી લેવા માટે જાહેરાત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. નવી હજ નીતિમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હજ કોટાની જોગવાઈ તેમના વિસ્તારમાં મુસ્લિમોની વસતીના પ્રમાણે રાખવામાં આવશે. જમ્મુ-કાશ્મીર માટે ક્વોટા 1500થી વધારીને 2000 સુધી લંબાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. નવી હઝ નીતિમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે તેની ખાતરી કરવા માટે કે ભારતીય હજીને મિનાની પરંપરાગત સીમાઓમાં સુનિશ્ચિત કરવામાં આવે.

error: Content is protected !!