અમરનાથ યાત્રીઓ પરના હુમલાના કેસમાં પીડીપી ધારાસભ્યની કાર ચલાવતા પોલીસવાળાની અટક

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીર પોલીસે ગઇકાલે એક પોલીસવાળાની અટક કરી છે. આ પોલીસવાળો શાસક પીડીપી પક્ષના ધારાસભ્ય અહમદ મીરની કાર ચલાવે છે. આ અટક અમરનાથ યાત્રીઓની ગુજરાતથી ગયેલી બસ પર અનંતનાગ નજીક થયેલા હુમલાના સંદર્ભમાં કરવામાં આવી છે. આ હુમલામાં સાત યાત્રિકોના મોત થયા હતા જ્યારે 19 ઘાયલ થયા હતા.

એમએલએની ગાડી ચલાવતો તૌસીફ અહમદ પુલવામાનો રહેવાસી છે. આ મામલામાં બે અન્ય શખ્સની પણ ધરપકડ થઇ હોવાના અહેવાલ છે. તૌસીફને કશ્મીર પોલીસની સુરક્ષા શાખા તરફથી ધારાસભ્યની કાર ચલાવવા માટે મૂકવામાં આવ્યો હતો. આ ડયૂટી તેને સાત મહિના અગાઉ સોંપાઇ હતી. આઇજીપી મુનીર ખાનનું કહેવું છે કે તૌસીફની આતંકવાદીઓ સાથે કડીઓ જણાઇ છે અને તેની પૂછતાછ ચાલુ છે. તે ઘણું બધું બકી રહ્યો છે.

જમ્મુ અને કશ્મીર પોલીસે છ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(એસઆઇટી) રચી છે જે અમરનાથ યાત્રીઓ પરના હુમલાના કેસની તપાસ કરી રહી છે.

Related Stories

error: Content is protected !!