સરગવાનું અથાણું

સામગ્રી :

સરગવાની શીંગ : ૬ નંગ
તજ : ૫ નંગ
સરકો : ૧ કપ
તેલ : ૧ કપ
મીઠું : સ્‍વાદ મુજબ
વરિયાળી : ૧૦ ગ્રામ
હિંગ : ૫ ગ્રામ
રાઇ : થોડી

બનાવવાની રીત :

સરગવાની શીંગની છાલ ઉતારીને નાના ટુકડા કરી લો. સરકો અને મીઠું ભેળવી તેમાં આ ટુકડાને ૩/૪ દિવસ સુધી પલાળી રાખો. ત્‍યાર બાદ વરિયાળી, તજ, લવિંગને જરા શેકીને તેનો પાઉડર કરો. તેમાં શીંગનાં ટુકડા ભેળવી દો. તેલ ગરમ કરી તેમાં રાઇ, હળદર, મરચું અને હિંગ નાંખીને આ વઘાર શીંગ પર રેડી દો. પછી સરખી રીતે હલાવીને બરણીમાં ભરી લો.

error: Content is protected !!