ભારે વરસાદને કારણે કૈલાસ માનસરોવર યાત્રીઓનો અભિવાદન કાર્યક્રમ મોકુફ

ગાંધીનગર, દેશગુજરાત: ભારે વરસાદને કારણે રાજ્ય સરકાર દ્વારા કૈલાસ માનસરોવર યાત્રીઓનો અભિવાદન કાર્યક્રમ મુલતવી
રાખવામાં આવ્યો છે.

અમદાવાદના શાહીબાગમાં સરદાર વલ્લભભાઇ પટેલ સોસાયટી મેમોરીયલ હૉલમાં 25 જુલાઈ મંગળવારે કૈલાસ માનસરોવર યાત્રીઓના અભિવાદન અને પ્રોત્સાહિત સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ભારે વરસાદને પગલે આ કાર્યક્રમને મોકૂફ રાખવાની ફરજ પડી છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કે.એમ.અધ્વર્યુએ જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને કારણે ગુજરાત પવિત્ર યાત્રાધમ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવે છે અને કાર્યક્રમની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

 

error: Content is protected !!