દ્વારકામાં જન્માષ્ટમી પર્વે ચાંપતો પોલીસ બંદોબસ્ત, જગત મંદિરે યોજાશે વિવિધ કાર્યક્રમો

દ્વારકા, દેશગુજરાત: જન્માષ્ટમીના તહેવારની દેવભૂમિ દ્વારકામાં ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે.  દરવર્ષે દેશ-વિદેશના હજારો શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના તહેવાર પર દ્વારકામાં ઉમટી પડતા હોય છે. આ વર્ષે 15મી ઓગસ્ટ મંગળવારે જન્માષ્ટમી હોવાથી દ્વારકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ દર્શનાર્થે આતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દ્વારકામાં જગત મંદિર, મંદિર પરિસર, જગત મંદિર બહાર 100 મીટરનો વિસ્તાર અને શહેરના વિસ્તારમાં અલગ અલગ ઝોન બનાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે જિલ્લા પોલીસ વડા, 4 ડી.વાય.એસ.પી., 10 પી.આઈ., 35 પી.એસ.આઈ., 350 કોન્સ્ટેબલ, 100 હોમગાર્ડ, 80 એસ.આર.પી., 150 જી.આર.ડી. ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ સહીત જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા દ્વારકામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે.

જન્માષ્ટમીના તહેવારમાં દ્વારકામાં વિવિધ રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. દ્વારકામાં ગોમતી ઘાટે 14 ઓગસ્ટે નૃત્ય તેમજ હેમંત ચૌહાણની ટીમ દ્વારા લોક દાયરો અને ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમી નિમિત્તે મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

સવારે 6:00 વાગ્યે મંગળા આરતી

સવારે 8:00 વાગ્યે ખૂલ્લા પડદે સ્નાન

સવારે 10:00  વાગ્યે સ્નાન ભોગ

સવારે 10:30 વાગ્યે શૃંગાર દર્શન

સવારે 11:00 વાગ્યે શૃંગાર આરતી

સવારે 11:15 વાગ્યે ગ્વાલ ભોગ,

બપોરે 12:00 વાગ્યે રાજભોગ

બપોરે 1:00 વાગ્યે અનૌસર (મંદિર બંધ)

નોમના દિવસે વિવિધ કાર્યક્રમો

શ્રીનાથજીના પારણા

નોમ ઉત્સવ- સવારે 7:૦૦ થી 10:30 વાગ્યા સુધી

સાંજના ઉન્થાપન દર્શન 5:00 વાગ્યે

અભિષેક દર્શન (બંધ પડદે) – 6:00 થી 7:00 વાગ્યા સુધી

શ્રીનાથજીના દર્શન – 7:00 થી 7:30 વાગ્યે

સંધ્યા આરતી – 7:30 વાગ્યે

શયન ભોગ 8:10 વાગ્યે

શયન આરતી 8:30 વાગ્યે

મંદિર અનૌસર રાત્રે 9:30 વાગ્યે

error: Content is protected !!