આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી

ગાંધીનગર:ગુજરાત કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમીટેડ-ગુજકોમાસોલ, અમદાવાદમાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬નાં સમયગાળામાં થયેલી કથિત રૂ. ૬.૭૮ કરોડ જેવી નાણાકીય ગેરરીતિ અન્વયે રાજ્ય સરકારે જૂન ૨૦૧૭થી ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન સામે વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યના સહકારી મંડળના રજીસ્ટ્રારશ્રીની યાદીમાં જણાવ્યા મુજબ ગુજકોમાસોલ અમદાવાદના પૂર્વ ચેરમેન શ્રી નટવરલાલ પિતાંબરદાસ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬ના સમયગાળામાં રૂ.૬,૭૮,૨૪,૩૩૧/-ની કથિત નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. જે સંદર્ભે સરકાર દ્વારા તે અંગે સહકારી કાયદાની વિવિધ જોગવાઇઓ અન્વયે વસુલાતની કાર્યવાહી આરંભ કરવામાં આવેલી છે. જેમાં ૭૯ જેટલા કર્મચારીઓની ગેરકાયદેસર રીતે રૂ.૮ થી ૧૫ લાખ લઇને ભરતીની બાબત, નવરંગપુરાના મકાનની ખરીદીમાં પોતાના મળતિયાને વચેટીયા તરીકે ઉભા કરીને મૂળ માલિક સારસ્વત બેંક પાસેથી રૂ.૧૬.૩૫ કરોડનું મકાન વચેટીયા પાસેથી રૂ.૨૦.૫૦ કરોડમાં ખરીદીને સંસ્થાને કરાવેલ રૂ.૪.૧૫ કરોડના નુકશાનની બાબત, મગ અને તુવેરની ખરીદીમાં નાણાકીય ગેરરીતિ, એક જ કંપની કુસુમ એન્ટરપ્રાઇઝ પાસેથી બધો માલ ખરીદીને અને ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતે વેચીને સંસ્થાને ઠરાવેલ રૂ.૨.૧૩ કરોડનું નૂકશાન, ઓફીસમાં હલકી કક્ષાનું ફર્નીચર વધુ કિંમતે બતાવીને સંસ્થાને કરાવેલું નુકશાન અને વકીલોને લીગલ ફી પેટે રૂ.૫૦.૪૦ લાખ જેટલી રકમ બોર્ડમાં ઠરાવ કર્યા વગર ચૂકવીને ગુજકોમાસોલને અંદાજે કુલ રૂ.૬,૭૮,૨૪,૩૩૧/-નું નૂકશાન કરાવી તેમણે અંગત લાભ સારૂ નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવેલ. જે અંગે રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલના તે સમયનાં પૂર્વ ચેરમેન શ્રી નટવરલાલ પિતંબરદાસ પટેલ સામે સહકારી કાયદા હેઠળ કાનૂની પ્રક્રિયા કરી વસુલાતની કાર્યવાહી તા.૨૧/૦૬/૨૦૧૭ તથા તા.૧૩/૦૭/૨૦૧૭ના ગુજકોમાસોલનાં કસ્ટોડિયનની ભલામણના આધારે સને જૂન-૨૦૧૭ના વર્ષથી એટલે કે છેલ્લા બે વર્ષથી હાથ ધરવામાં અવી છે.

error: Content is protected !!