1 એપ્રિલથી લાગુ થશે ઈ-વે બિલ, રિટર્ન ભરવાની જીએસટીઆર-3ની વ્યવસ્થાને ત્રણ મહિના માટે વધારાઈ

નવી દિલ્હી: વ્યવસાય અને ઉદ્યોગો માટેનો ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રિટર્ન ભરવાની હાલની વ્યવસ્થા જૂન મહિનાના અંત સુધી યથાવત્ રહેશે. દિલ્હીમાં યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં રિટર્ન ભરવાની જીએસટીઆર-3ની વ્યવસ્થાને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે.

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ લાવવા-લઇ જવા માટેનું ઇ-વે બીલ 1 એપ્રીલથી લાગૂ થશે અને 15 એપ્રીલ સુધીમાં તબક્કાવાર ઇ-વે બિલ લાગૂ કરવામાં આવશે તથા 1 જૂન સુધીમાં તેને બધા રાજ્યોમાં લાગૂ કરી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, જીએસટી રિટર્નની વ્યાવસ્થાને ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે તેમજ આ સાથે આપવામાં આવેલી છૂટને 6 માસ વધારીને સપ્ટેમ્બર સુધી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દેશભરમાં ઇ-વે બિલ ચરણબદ્ધ રીતે 4 રાજ્યોનાં લોટમાં લાગુ થશે. જે મુજબ પહેલા 4 રાજ્યોમાં ઇ-વે બિલ લાગુ થશે અને તેના પછી અન્ય 4 રાજ્યોમાં ઇ-વે બિલ લાગુ થશે. 1 એપ્રિલથી ઇ-વે બિલ કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં લાગુ થશે. કાઉન્સિલે આ વખતે રિયલ એસ્ટેટ અને રિવર્સ ચાર્ઝ મેકેનિઝમ પર કોઈ નિર્ણય લીધો નથી. આ સાથે જ રિવર્સ ચાર્ઝને 1 જુલાઇ સુધી ટાળી દીધો છે.

error: Content is protected !!