ચુંટણી પંચે પૂર્વગ્રહયુક્ત આદેશ આપ્યો, કોંગ્રેસે અગાઉની રાત્રે ષડ્યંત્ર રચ્યું હતું: શંકરસિંહ

ગાંધીનગર, દેશગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પંચ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ચુંટણી પંચે કોંગ્રેસના દબાણમાં આવીને પૂર્વગ્રહયુક્ત ચુકાદો આપ્યો છે. ચૂંટણીના દિવસને લઈને શંકરસિંહ ગુરુવારે યોજેલી પત્રકાર પરિષદમાં ચૂંટણીના દિવસની ઘટનાઓ વિધે બીજું શું કહ્યું તે નીચે પ્રમાણે છે:

-બળવંતસિંહ રાજપૂત વિજેતા પરંતુ કોંગ્રેસ ષડ્યંત્ર દ્વારા જીતી

-રદ્દ કરાયેલા બે મત માન્ય રાખવામાં આવ્યા હોત તો અહેમદ પટેલને હારેલા જાહેર કરવામાં આવ્યા હોત

-મતદાનની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ દ્વારા આ પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ પૂર્વ-આયોજિત હતું. આ એક ષડ્યંત્ર હતું. ચૂંટણીને પડકારવા અગાઉથીજ હોમવર્ક કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના કેસ તૈયાર રાખવામાં આવ્યાં હતાં. વરિષ્ઠ વકીલો ચૂંટણી જીતવાના ષડયંત્રના ભાગરૂપે તૈયાર હતા. પેપર્સ અગાઉથી લખીને તૈયાર રખાયા હતા.

-ચૂંટણી પંચ પાસે આ અંગે કોઈ અધિકાર નથી. આ ચૂંટણી પંચનું કામ છે જે નહીં. રીટર્નિંગ ઓફિસરનો અધિકાર છે. રિટર્નિંગ ઓફિસર (આર.ઓ.) મલિક છે. કોર્ટ પણ આ બાબતે દખલગીરી કરી શકે નહીં. ચૂંટણી પ્રક્રિયા અટકાવી શકાતી નથી. આર.ઓ. નિર્દેશ આપી શકે, તે આર.ઓ.નો અધિકાર હતો. ચૂંટણી પંચે આર.ઓ.નો અધિકાર છીનવ્યો છે. ચૂંટણી પંચે 176 ધારાસભ્યો દ્વારા કરાયેલા મતદાનની સંપૂર્ણ વિડીયોગ્રાફી દર્શાવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પંચ પર દબાણ કરવામાં આવ્યું હતું.

-એક એજન્ટ તરીકે શક્તિસિંહ ઇરાદાપૂર્વક ઉભા થયા, પરંતુ નિયમ છે કે એજન્ટને ઊભા ન થવું અને બોલવું ન જોઈએ. એજન્ટે ધારાસભ્ય રાઘવજીભાઈના મતપત્રને આચકવાની કોશિશ કરી હતી. રાઘવજીભાઈ યોગ્ય રીતે ચાલવામાં અક્ષમ છે, આ રીતે ખેંચાખેંચી કરવામાં તે નીચે પડી શકે છે.

-અન્ય ધારાસભ્ય ભોલાભાઈનો મત પણ ગેરમાન્ય રાખવામાં આવ્યો હતો. તેમને કોંગ્રેસ એજન્ટ શકિતસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓને દરેકને પોતે આપેલો મત દર્શાવવો  જોઈએ, માત્ર એજન્ટને જ નહીં. તેમ છતાં પણ ભોલાભાઈએ તેમનો મત અન્યને દર્શાવ્યો નહીં. મતપત્ર વાળેલું હતું. મતપત્રમાં તેમણે શું લખ્યું છે તે 10 ફૂટના અંતરથી જોઈ શકાય નહીં.

વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે પોતાની તાકાતથી રાજ્યસભાની ચૂંટણી જીતી નથી. પરંતુ એનસીપીના જયંત બોસ્કી અથવા જેડીયુના ધારાસભ્ય નાનાભાઈએ કરેલા મતદાનને કારણે કોંગ્રેસની જીત થઇ છે.

થોડા સમય પહેલા જ 36 ધારાસભ્યોએ તેના નિવાસ્થાને યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી.

વાઘેલાએ રાજ્યસભાની ચૂંટણી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને શુભકામનાઓ પાઠવી હતી. વાઘેલાએ કહ્યું કે, અહેમદભાઈ સારા વ્યક્તિ છે. દિલ્હીમાં બેઠેલા લોકો હારી ગયેલી રમતમાં ઉતારવા માગતા હતા.

વાઘેલાએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ વિભાજિત થઈ, જેડયુ વિભાજીત થયું અને એનસીપીમાં  વિભાજન થયું.

તેઓએ કહ્યું કે, જોખમી ચૂંટણીમાં અહેમદભાઈને ઉભા રાખીને કોંગ્રેસે યોગ્ય કામ કર્યું નથી. તે હારી ગયા હતા. બે મતને અમાન્ય રાખવાના ષડ્યંત્રને લીધે જ તેઓને જીત મળી છે. કોંગ્રેસ પાસે વધુ મત હોવા છતાં, પાર્ટી પોતાની રીતે જીત મેળવી શકી નહીં. વાઘેલાએ કહ્યું કે, અહેમદભાઈને મત આપ્યો નથી. કારણ કે, અશોક ગેહલોતે તેમની કરેલી ટીકા અંગે માફી માગી નથી.

error: Content is protected !!