અર્થવ્યવસ્થામાં મંદીનું કારણ પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ખોટી નીતિઓ, નોટબંધી નહીં: નીતિ આયોગ

નવી દિલ્હીઃ દેશમાં નોટબંધી બાદ અંદાજે 10 હાજર કરોડ રૂપિયા પરત ન ફર્યા હોવાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના રિપોર્ટ બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાગૂલ ગાંધીએ નોટબંધીમાં કેન્દ્રની ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે, નોટબંધીના કારણે અર્થવ્યવસ્થામાં મંદી આવી હોવાની બાબત ખોટી છે. તેમને વધુમાં કહ્યું કે, આવી વાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પી. ચિદમ્બરમ જેવાં લોકો કરી રહ્યાં છે તે વાતની ચિંતા છે. આર્થિક વૃદ્ધિમાં ઘટાડો એટલાં માટે થઈ રહ્યો છે કેમકે આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના કાર્યકાળમાં એનપીએની ઓળખ માટે નવા મેકેનિઝમ લાવવામાં આવ્યાં હતા અને તે વધતાં ગયા. જેના કારણે બેંકિંગ સેક્ટરે ઈન્ડસ્ટ્રીને લોન દેવાનું બંધ કરી દીધું. આ સાથે જ મીડિયમ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને ક્રેડિટ ગ્રોથ નેગેટિવમાં ચાલી ગઈ.

એપ્રિલ-જૂન કવાર્ટરમાં દેશનો વિકાસ દર 8.2% રહ્યો. જે છેલ્લાં 9 ક્વાર્ટરમાં સૌથી વધુ છે. ગત ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ)માં આ 7.7% રહ્યો હતો. નવેમ્બર 2016માં નોટબંધી લાગુ થઈ હતી. જે બાદ ગ્રોથમાં સતત ઘટાડો આવ્યો. એપ્રિલ-જૂન 2017માં આ 5.6% રહ્યો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આરબીઆઈ દ્વારા નોટબંધીને લઈને આંકડા જાહેર કરવામાં આવ્યાં. જેમાં કહેવાયું છે કે 99.3 નોટ પરત આવી ગઈ છે. જે અંગે કોંગ્રેસ સહિતના પક્ષો મોદી સરકારના આ નિર્ણયને લઈને સવાલો ઉઠાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી કાળું ધન તો પરત ન આવ્યું પરંતુ દેશની અર્થવ્યવસ્થાને જોરદાર ઝટકો લાગ્યો છે.

error: Content is protected !!