ઇડી દ્વારા લાલુ યાદવની પુત્રીનું ફાર્મ હાઉસ સીલ કરાયું

નવી દિલ્હી, દેશગુજરાત: આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભરતી અને તેઓના પતિ શૈલેશ કુમારની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ મંગળવારે મીસા અને શૈલેશના દિલ્હીના પાલમ વિસ્તારમાં બીજવાસનમાં આવેલા ફાર્મહાઉસ પર સીલ મારી દીધું હતું. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઇડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

કરોડો રૂપિયાની અનામિક સંપતિના મુદ્દે મીસા અને શૈલેશ સામે ઇડીની તપાસ ચાલી રહી છે. થોડા દિવસો પહેલા જ ઇડીએ 8000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં તેઓના ઘર અને ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. નકલી કંપનીમાં સંડોવણીને લઈને મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત 8 જુલાઈએ કેન્દ્રીય તપાસ એજન્સીએ મીસા અને શૈલેશના દિલ્હીમાં આવેલા ત્રણ નિવાસસ્થાનો અને મિશેલ પ્રિન્ટર્સ એન્ડ પેકર્સ પ્રાઈવેટ લીમીટેડ નામની  કંપની પર દરોડો પાડ્યો હતો. મીસા અને શૈલેશ આ કંપનીના કથિતરૂપે ડીરેક્ટરો છે. રૂ. 8000 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેઓના સહાયક વ્યવસાયિક સુરેન્દ્રકુમાર જૈન અને વીરેન્દ્ર જૈન તેમજ અન્યની સામે ઇડીએ તપાસ કરી હતી.  તેઓએ 90 નકલી કંપની દ્વારા કથિતરૂપે કરોડો રૂપિયાના કાળા નાણાને સફેદ કર્યા હતા.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક કેસમાં જૈન બંધુઓની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી. તપાસના એજન્સીએ ખુ કે, મિશેલ પ્રિન્ટર્સ એન્ડ પેકર્સ પ્રાઇવેટ કંપની લીમીટેડના 1,20,000 શેર વર્ષ 2007-08 દરમિયાન 100 રૂપિયા પ્રતિ શેરના દરે ખરીદવામાં આવ્યા હતા. આ વી ચાર નકલી કંપનીઓ શાલિની હોલ્ડિંગ્સ લિમિટેડ, એડ ફિન કેપિટલ સર્વિસીઝ (ઈન્ડિયા) પ્રા. લિમિટેડ, મણિ માલા દિલ્હી પ્રોપર્ટીઝ પ્રા. લિમિટેડ અને ડાયમંડ એક્સચેન્જ પ્રા. લિમિટેડ ખરીદી હતી.

error: Content is protected !!