ઇડીએ નીરવ મોદી અને તેની કંપનીની 9 લકઝરી કાર જપ્ત કરી

મુંબઈ, દેશગુજરાત: પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના 11,300 કરોડ લઈને ફરાર નીરવ મોદી અને મેહુલ ચોકસી પર ગાળિયો કસાઈ રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પોતાની તપાસ દરમિયાન આ બંને બેંક ફ્રોડના ઘરે તેમજ કંપનીઓ પર દરોડા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઇડીએ હવે નીરવ મોદીની 9 લકઝરી કાર જપ્ત કરી લીધી છે. જેમાં 1 રોલ્સ રોયસ ઘોસ્ટ સહિત 2 મર્સિડીઝ બેન્ઝ (મોડેલ્સ જીએલ 350 સીડીઆઈ), 1  પોર્શ પનામેરસ, 3 હોન્ડાની કાર, 1 ટોયોટા ફોર્ચ્યુનર અને 1 ટોયોટા ઈનોવા જપ્ત કરી છે.

જપ્ત કરવામાં આવેલી આ 9 કર્સની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જ ઇડીએ નીરવ શેર્સ  પણ જપ્ત કર્યા છે. જેને કિંમત હાલ 7,80,00,000 રૂપિયા જણાવવામાં આવી રહી છે.

આ કૌભાંડમાં બીજા મોટા આરોપી મહુલ ચોક્સી સામે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. ઇડીએ મેહુલ ચોક્સીના રૂ. 72 કરોડ 80 લાખના શેરો પણ જપ્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, મામા-ભાણેજની આ જોડીએ 11,300 કરોડનું પીએનબી કૌભાંડ આચર્યું છે અને હાલ તેઓ પોલીસ પકડથી દૂર દેશની બહાર ફરી રહ્યા છે.

 

Related Stories

error: Content is protected !!