બારડોલી, ચીખલી, ધરમપુર, વઘઇ અને બોરસદમાં આઠ ઇંચ વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યના ૬૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૨.૮૬ ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે (ગુરુવારે) તા.૧૨/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ૨૧૫ મી.મી., નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ૨૦૭ મી.મી., વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ૨૦૫ મી.મી., ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૦૩ મી.મી. અને આણંદ જિલ્લાના બોરસદ
તાલુકામાં ૧૯૮ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત જલાલપોર તાલુકામાં ૧૮૩ મી.મી., નવસારીમાં ૧૭૫ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં સાત ઇંચ; વસો તાલુકામાં ૧૫૯ મી.મી., તારાપુર તાલુકામાં ૧૫૧ મી.મી., સોજીત્રા તાલુકામાં ૧૪૬ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં છ ઇંચ; પેટલાદ તાલુકામાં ૧૩૨ મી.મી., વાલોડ તાલુકામાં ૧૨૬ મી.મી., ગણદેવી તાલુકામાં ૧૨૫ મી.મી. અને વાંસદા તાલુકામાં ૧૩૩ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં પાંચ ઇંચ; આંકલાવ તાલુકામાં ૧૧૮ મી.મી. અને સંખેડા તાલુકામાં ૧૦૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના દહેગામ તાલુકામાં ૭૩ મી.મી., મહેમદાવાદ તાલુકામાં ૯૦ મી.મી., માતર તાલુકામાં ૮૦ મી.મી., આણંદ તાલુકામાં ૮૫ મી.મી., છોટાઉદેપુર તાલકામાં ૯૩ મી.મી., વીસાવદર તાલુકામાં ૯૩ મી.મી. વાલીયા તાલુકામાં ૮૯ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૭૨ મી.મી., માંડવી તાલુકામાં ૯૨ મી.મી., પલસાણા તાલુકામાં ૮૧ મી.મી., કપરાડા તાલુકામાં ૮૭ મી.મી., પારડી તાલુકામાં ૭૬ મી.મી. અને ડાંગ તાલુકામાં ૯૫ મી.મી. મળી કુલ તેર તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે.

આ ઉપરાંત ખેડા તાલુકામાં ૬૦ મી.મી., નડિયાદ તાલુકામાં ૬૨ મી.મી., ખંભાત તાલુકામાં ૬૪ મી.મી., વડોદરા તાલુકામાં ૬૨ મી.મી., બોડેલી તાલુકામાં ૫૯ મી.મી., જેતપુર-પાવી તાલુકામાં ૫૫ મી.મી., અંકલેશ્વર તાલુકામાં ૪૮ મી.મી., ભરૂચ તાલુકામાં ૪૭ મી.મી., હાંસોટ તાલુકામાં ૬૩ મી.મી., વાગરા તાલુકામાં ૬૩ મી.મી., સોનગઢ તાલુકામાં ૫૫ મી.મી., ઓલપાડ તાલુકામાં ૬૪ મી.મી., સુરત શહેરમાં ૫૦ મી.મી. અને કરજણ તાલુકામાં ૪૯ મી.મી. મળી કુલ ચૌદ તાલુકાઓમાં બે ઇંચથી વધુ, જ્યારે અન્ય ચોવીસ
તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

error: Content is protected !!