ચૂંટણી પંચ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના કર્મચારીઓને ચૂંટણીની કામગીરી નહી સોંપી શકે: હાઈકોર્ટ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો અને કોલેજના સ્ટાફનો ઉપયોગ થતો હતો. આ મુદ્દે તાજેતરમાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.  24 નવેમ્બરે જજ અકિલ કુરેશીએ હુકમ જારી કરી સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો તેમજ કોલેજના સ્ટાફનો ઉપયોગ નહી કરવા ચૂંટણીપંચને આદેશ આપ્યો છે. જે આધારે ચૂંટણીપંચે રવિવારે જિલ્લા ચૂંટણી અધિકારીઓને હાઇકોર્ટના ચૂકાદાનો અમલ કરવા જણાવ્યુ છે.

વડોદરા જિલ્લામાં કામગીરી સોંપવામાં ચૂક થઇ તેવી ભવિષ્યમાં થાય નહી તેનું ધ્યાનમાં રાખવા ચૂંટણીપંચનો આદેશ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2017ના અનુસંધાને ચૂંટણીપંચે પરીપત્ર જારી કરી જણાવ્યુ છે કે ચૂંટણી સ્ટાફને ચૂંટણી કામગીરી સોંપવા બાબતે સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો વિરૃધ્ધ જિલ્લા ચુંટણી અધિકારીઓ વચ્ચે ચાલતા કેસમાં ગુજરાત હાઇકોર્ટે 24 નવેમ્બરે ચુકાદો આપ્યો છે જેનો અમલ કરવાનો રહેશે.

પરિપત્રમાં જણાવ્યુ છે કે, નામદાર કોર્ટે કરેલા હુકમ મુજબ ખાનગી સ્કુલો અને કોલેજો નોન ગ્રાન્ટેડ છે અને સરકાર તરફથી કોઇપણ પ્રકારની સહાય મેળવતી નથી તેવી ખાનગી સંસ્થાઓના ટીચીંગ અને નોનટીચીગ સ્ટાફને ચૂંટણી આયોગ દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી સોપી શકાશે નહિ અને જ્યાં ફરજ સોપવામાં આવી હશે તેના હુકમો તાત્કાલિક રદ કરવાના રહેશે તેમ જણાવ્યુ છે. જેથી ચૂંટણી અધિકારી દ્વારા આવા સ્ટાફને રાજ્યના કોઇપણ સ્થળે ચૂંટણી અંગેની ફરજો સોંપવામાં આવે નહી તેની તકેદારી રાખવા જણાવ્યુ છે.
ખાનગી સંસ્થાઓના સ્ટાફને ચૂંટણી ફરજ સોપવા બાબતે ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓની સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જાણ કરવામાં આવી છે તેમ છતાં વડોદરા જિલ્લાના કેસમાં જે ચુક રહી ગઇ છે તે ભવિષ્યમાં ફરી થશે તો આપણી અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે તેમ ચૂંટણીપંચે જણાવ્યુ છે.

error: Content is protected !!