મોરબી પાલિકામાં ખાલી પડેલી 6 બેઠકો માટે યોજાઈ પેટા ચૂંટણી: તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસનો સફાયો

મોરબી: મોરબી પાલિકામાં ખાલી પડેલી 6 બેઠકો માટે યોજાયેલ પેટા ચુંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ સાથે જ  કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. જેથી આગામી દિવસોમાં મોરબી પાલિકામાં પણ સત્તા પરિવર્તન થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

મોરબી પાલિકાની ખાલી પડેલી 6 બેઠકો માટે પેટા ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં 43.52 ટકા મતદાન થયું હતું. આજે (ગુરુવારે) વીસી હાઈસ્કુલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ હતી.

પાલિકાની 6 બેઠક ઉપર પેટા ચુંટણી યોજાઈ હતી તે તમામ બેઠક પર ગત ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. પરંતુ આ બેઠક પર પેટા ચુંટણી યોજાઈ અને કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો. તમામ બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાવાની સાથે હાલમાં વોર્ડ નંબર 1માં પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન બુચ, વોર્ડ નંબર 3 માં પ્રવિણાબેન ત્રિવેદી, વોર્ડ નંબર 5 માં સુરભીબેન ભોજાણી, મીનાબેન હડીયલ અને હનીફભાઈ મોવર ચૂંટાયા છે.

error: Content is protected !!