ઔડા વિસ્‍તારમાં આવતા રીંગ રોડ પર થ્રી અને ફોર વ્‍હીલર વાહનો પર લેવાતો ટોલ ટેકસ નાબૂદ

અમદાવાદ:  અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (ઔડા) વિસ્‍તારની હદમાં આવતા સરદાર પટેલ રીંગ રોડ પર નાના વાહનો એટલે કે પેસેન્‍જર રીક્ષા અને ફોર વ્‍હીલર કાર પર લેવામાં આવતો ટોલ ટેક્ષ નાબૂદ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના ગ્રામ્‍ય વિસ્‍તારના હજારો નાગરિકોને લાભ મળશે.

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ઔડાની આ દરખાસ્‍તને મંજુરી આપવામાં આવી છે. રીંગ રોડ ઉપર દિવસ દરમિયાન અંદાજે ૧૧૦૦૦ થી વધુ મોટર કાર અને રીક્ષા પસાર થાય છે. જેનો અંદાજીત રૂા.૮ કરોડ જેટલો ટોલ ટેક્ષ ઔડા દ્વારા ટોલ ટેક્ષ કંપનીને ચુકવાશે. શહેરી વિકાસ વિભાગ અને ઔડા દ્વારા લેવાયેલ આ નિર્ણય થી આ રીંગ રોડ ઉપર થી પસાર થતા લાખો નાગરિકોને સમય સાથે નાણાની પણ બચત થશે.

error: Content is protected !!