મહેસાણા તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથનું સ્વાગત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહ્યા ઉપસ્થિતિ

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત દેશની નવી ઓળખ બની રહેશે. સરદાર વલ્લભ પટેલ એટલે લોખંડી મનોબળ ધરાવતું એક સંવેદશીલ વ્યક્તિત્વ હતા જેઓએ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલ ભારતના ૫૬૨ જેટલા રજવાડાઓનું એકત્રિકરણ કરીને વેર-વિખેર થતા ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું બનાવ્યું હતું.

સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્યભરમાં યોજાઇ રહેલ એકતા યાત્રા અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં એકતા રથયાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપ આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે  મહેસાણા તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથ યાત્રામાં ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી અને એક્તાના પ્રહરી એવા ‘‘સરદાર પટેલ’’ સંદેશને માત્ર રાજયની નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રની ઐતિહાસિક ધરોહર તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસરૂપે તેમની ૧૮૨ મીટર ઉંચી વિશાળ ‘‘સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટી’’નું નિર્માણ કરાયું છે. ૩૧ ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર વિશ્વમાં સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા આપણા ગુજરાત સહિત દેશને અર્પણ કરવાના છે જેમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં પણ સરદાર સાહેબનો જીવન સંદેશ તથા તેમણે કરેલા ભગીરથ કાર્યોને જન જન સુધી પહોંચાડવા સરદાર એક્તા યાત્રા પરિભ્રમણ કરી રહી છે. આ એક્તા યાત્રાના પરિભ્રમણ દરમિયાન ગ્રામજનો દ્વારા એક્તા યાત્રામાં સરદાર સાહેબની પ્રતિમાંને કંકુ-તિકલ કરી પુષ્પહાર પહેરાવી આરતી ઉતારવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુંભાવોએ રાષ્ટ્રની
એક્તા અને અખંડિતતાના શપથ લીધા હતા. સરદાર એક્તા રથ યાત્રામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિમાને પુષ્પ અર્પણ કરી આરતી ઉતારી હતી તેમજ એક્તા યાત્રાના રથનું પ્રસ્થાન દેલા ગામથી કરાવી સમગ્ર દિવસ દરમિયાન એકતા યાત્રાના રથરૂટમાં જોડાયા હતા.સાસંદ જયબહેન પટેલે એકતા યાત્રા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષ માહિતી આપી હતી.

Related Stories

error: Content is protected !!