સુરત: રવિવારની રજા ન રાખવામાં આવતા કારીગરોનો હોબાળો, કારખાના બંધ કરાવવા નીકળ્યાં

સુરતઃ સુરતના પુણા વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં રવિવારની રજા ન રાખતા કારીગરોએ તોડફોડ કરી હતી. ભવાની ઈન્ડસ્ટ્રીઝનાં કારીગરો મોટી સંખ્યામાં એકઠા થઈને કારખાના બંધ કરાવવા નીકળ્યાં હતા. રવિવારની પણ રજા ન રાખવામાં આવતી હોવાથી કારીગરોમાં છેલ્લા ઘણા દિવસોથી  રોષ ફેલાયો હતો.

મોટી સંખ્યામાં નીકળેલા કારીગરોએ કારખાના બંધ કરાવતી વખતે બેથી ત્રણ કારખાના પર પથ્થરમારો પણ કર્યો હતો. પથ્થરમારો કરવામાં આવતા આ કારખાનાના કાચ ફૂટી ગયા હતા. મળતી માહિતી મુજબ, આશરે 2 હજારથી વધુ કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં હતા અને હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ જતા પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.

error: Content is protected !!