અમદાવાદ: મધ્ય ઝોન દ્વારા દબાણો હટાવવામાં આવ્યા, આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે કામગીરી

અમદાવાદ મહાનગરપાલિક કોર્પોરેશનના માધ્ય ઝોનના એસ્ટેટ / ટી.ડી.ઓ. ખાતા દ્વારા  ખાડિયા તથા અસારવા વોર્ડમાં રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે ખાડિયા વોર્ડમાં સારંગપુર સર્કલથી ન્યુ ક્લોથ માર્કેટ થઇ બોરડી મીલ રોડથી હીરાભાઈ માર્કેટ સુધીના રોડ ઉપર આજરોજ મધ્યઝોન એટેસ્ટ અને નગર વિકાસ ખાતાના સટાફ તથા ટ્રાફિક/ સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. જેના ભાગરૂપ 03-કોમ. દુકાનો, 01- ગલ્લો, 01-સિક્યુરિટી કેબીન, 41-શેડ તથા 73 ફૂટપાથ/રોડ પરના ઓટલા દૂર કરી, 94 નાગ જેટલો પરચુરણ માલસામાન જપ્ત કરી. આશરે 105 જેટ;આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો દૂર થવાથી આશરે 1500 મી.લંબાઈનો રસ્તો ખુલ્લો થયો છે.

વધુમાં આજે (ગુરુવારે) અસારવા વોર્ડમાં ચમનપુરા ચાર રસ્તાથી ઓમનગર સર્કલ સુધીના રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે 03-કોમ. દુકાનો, 01-બાંધકામના એક્સ્ટેંશન, 52- ફૂટપાથ/રોડ પરના ઓટલા તથા 23- શેડ દૂર કરી આશરે 95 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો દૂર થવાથી આશરે 1400 મી.લંબાઈનો રસ્તો ખુલ્લો થયો હતો.

આ દબાણો દૂર થવાથી આશરે સ્થાનિક રહીશોને અવર-જવર્મા તથા ટ્રાફિકની અવાર-જવર્મા પણ સરળતા થઇ છે. જેને લઈને સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

આગામી દિવસોમાં પણ રો ઉપરના દબાણો દૂર કરવાની સઘન રીતે ચાલુ રાખવામાં આવશે, તેમ અમદાવાદ માધ્ય ઝોનના નાયબ વિકાસ અધિકારીએ માહિતી આપી હતી.

 

error: Content is protected !!