દિલ્હીમાં લાલૂ યાદવની પુત્રી મીસા ભારતીના ફાર્મહાઉસ પર ઇડીની રેડ

નવી દિલ્હી, દેશગુજરાત, રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ યાદવની પુત્રી મીસા ભારતીના દિલ્હીમાં આવેલા ફાર્મહાઉસ પર એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઇડી)એ શનિવારે વહેલી સવારે છાપો માર્યો હતો. મળતી માહિતી મુજબ મની લોન્ડરિંગના કિસ્સામાં ઇડીએ આ સ્થળ તપાસ આરંભી છે.

મીસા, તેના પતિ શૈલેશની પૂછપરછ બાદ ઇડીએ તપાસની કામગીરી આરંભી હતી. આ કિસ્સામાં મીસા અને શૈલેશની કંપની મિશૈલમાં નકલી કંપનીઓને કારણે તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ શુક્રવારે લાલૂ યાદવ, તેની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવના ઘર પર છાપો માર્યો હતો. આ દરોડા દરમિયાન લાલૂ યાદવ જયારે રેલમંત્રી હતા ત્યારે ટેન્ડર પાસ કરવામાં ગોબાચારી આચરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. રેલ્વે મંત્રી તરીકે લાલૂ યાદવે બે હોટલોને વ્યક્તિગત સ્વાર્થને પગલે ટેન્ડર આપવામાં ગેરરીતી આચરી હતી. જેને પગલે સીબીઆઇએ દિલ્હી, રાંચી, ગુરુગ્રામ સહિતના સ્થળોમ પર તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન સમગ્ર હકીકત સામે આવતા સીબીઆઇએ લાલૂ અને તેના પરિવારના સભ્યો સહીત 12 લોકો સામે ગુનો નોંધ્યો છે.

કેન્દ્રીય તપાસ એજન્સી(સીબીઆઈ)ના એડીશનલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાએ કહ્યું કે, લાલૂએ 2004થી 2009 દરમિયાન રેલમંત્રી હોવાને નાતે કથિત રીતે ઇન્ડિયન રેલ્વે કૈટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ના માધ્યમ દ્વારા સુજાતા હોટલને ગેરકાયદે સુવિધાઓ આપી હતી. આ સર્હે  રાકેશ અસ્થાનાએ ઉમેર્યું હતું કે, રાંચી અને પુરીમાં હોટલોના વિકાસ અને જાળવણી તેમજ સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરવામાં આવી હતી. પટનામાં 3 એકર જમીન માટે ટેન્ડર પ્રક્રિયામાં ખાનગી કંપનીઓને રાહત આપવામાં આવી હતી. આ સાથે જ આ પ્રકારે મેળવેલી જમીનને લાલૂએ 2010થી 2014 દરમિયાન અન્ય કંપનીના માલિકને ખુબ જ સસ્તા ભાવે વેચી દીધી હતી.ઉલ્લેખનીય છે કે, હાલ આ જમીન પર મોલ બનાવવામાં આવી રહ્યો છે. અને તેના માલિક યાદવા પરિવારના લારા પ્રોજેક્ટ્સ પાસે છે.

આ સાથે જ અસ્થાનાએ વધુમાં કહ્યું કે, 32 કરોડની જમીન લાલા પ્રોજેક્ટને 65 લાખમાં આપવામાં આવી હતી. અસ્થાનાએ જણાવ્યું કે, આ સમગ્ર હકીકત સામે આવતા લાલૂ યાદવ પર ભારતીય કાનૂન મુજબ કલમ 420, 120 બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 અને 13(1)(બી) મુજબ 5 જુલાઈએ ગુનો નોંધવામાં આવ્યો હતો.

error: Content is protected !!