રાજકોટનાં નવા એરપોર્ટને પર્યાવરણની મંજૂરી માટે લોકસુનાવણી યોજાશે

રાજકોટ:રાજકોટના ડોમેસ્ટીક એરપોર્ટના સ્થાને હવે હિરાસર વિસ્તારમાં વિશાળ જગ્યામાં આનિક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવાની તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. હવે તેના નિર્માણના બાંધકામની મંજૂરી માટે લોક સુનાવણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે અહીં જમીન પુરી પાડી છે. જેથી વિમાન ઉતારવા અને ચઢાવવામાં કોઈ મુશ્કેલી ન પડે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બને તે માટે ખાસ તકેદારી રાખી છે. તેના ભાગરૂપે હવે અહીં એરપોર્ટનું નિર્માણ ઝડપથી શરૂ થશે. કેન્દ્ર સરકાર અને અલગઅલગ વિભાગોએ તુરંત મંજૂરી આપી દેતાં હવે એરપોર્ટ નિર્માણની પ્રક્રિયા હાથ ધરી છે.

એરપોર્ટનો પુરો પ્લાન તૈયાર કરી લેવાયો છે. તેની જમીન અને બાંધકામની વિગતો સાથે તેનો પ્લાન રાજ્ય સરકરામાં એરપોર્ટ ઓથોરિયીએ આપી દીધો છે. 2,200 થી 2,500 એકરમાં આધુનિક એરપોર્ટનું નિર્માણ થવાનું છે. એરપોર્ટનું બાંધકામ વિશાળ હોવાથી તેની પર્યાવરણની મંજૂરી લેવી આવશ્યક છે. પર્યાવરણની મંજૂરી માટે આસપાસના લોકો અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓને આ પ્રોજેક્ટ અંગે કંઈ રજૂઆતો કરવી હોય તો તેમને કાયદા મુજબ તક આપવી પડતી હોય છે. તેથી તેનું એન્વાયરમેન્ટ માટે હીયરીંગ 4 ઓગષ્ટના રોજ એરપોર્ટની સાઈટ પર રાખવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે તમામ મંજૂરીઓ આપી દીધી છે. હવે પર્યાવરણની મંજૂરી બાકી છે. તેની ચોક્કસ પ્રક્રિયા કરવી પડતી હોય છે. કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા એરપોર્ટની કેટેગરી અત્યંત સંવેદનશીલ ગણવામાં આવી છે. તેથી લોકો લોક સુનાવણીમાં આવીને પોતાના પ્રશ્નો કે એરપોર્ટના કારણે ભવિષ્યમાં થનારી મુશ્કેલીની રજુઆત કરી શકે છે.ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને કલેક્ટર કે સરકારના અધિકારીઓ હાજર રહેશે અને લોકોની રજૂઆતો સાંભળશે.

આસપાસના 10 કિ.મી. સુધીના વિસ્તારોના લોકોને બોલાવવામાં આવ્યા છે. તેઓએ લેખિત વાંધા સૂચનો આપવાના રહેશે. તેની સાથેનો એક અહેવાલ તૈયાર થશે અને તે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને મોકલાશે. સૌરાષ્ટ્રના વિકાસનું આ કામ હોવાથી મોટાભાગે વાંધાઓ રજૂ થાય તેવી શક્યતા ઓછી છે.

કેન્દ્ર અને ગુજરાત સરકાર ઈચ્છે છે કે રાજકોટનું એરપોર્ટ જેમ બને તેમ ઝડપથી શરૂં થઈ જાય, કારણ કે સૌરાષ્ટ્રના વિકાસ માટે રાજકોટનું એરપોર્ટ અત્યંત મહત્વનું પુરવાર થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્મંત્રી વિજય રૂપાણી એરપોર્ટનું સતત ફોલોઅલ લઈ રહ્યાં છે. જ્યાં પણ મુશ્કેલી જણાય છે ત્યાં તેઓ તુરંત તેનો ઉકેલ લાવે છે.

error: Content is protected !!