સોમનાથ મંદિરમાં શૂટ કરાયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલનો એપિસોડ

સોમનાથ: પ્રખ્યાત કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ 10 વર્ષથી લોકોના માનસપટ પર એક ઉમદા છાપ નિર્માણ કરી છે. સીરીયલના 2500 એપીસૉડ પૂરા થતા, જેની સફળતા ની ઉજવણી નીર્માતા આશીત મોદી, દયાશંકર પાંડે સહિતની ટીમ દ્વારા સોમનાથ મંદિરમાં આજે (સોમવારે) સિરિયલનો એપીસોડ શુટ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ટીમ દ્વારા ધ્વજાપૂજા-તત્કાલ મહાપુજા કરવામાં આવી હતી.. ડાયરેક્ટર આશિત મોદી તથા ટીમનુ ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ શુટીંગ કાર્ય સંપન્ન કરવા પોલીસ- તથા સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીએ જહેમત ઉઠાવી હતી. આ એપીસોડ ટુંક સમયમાં સબ ટીવી પર પ્રસારીત કરવામાં આવનાર છે.

 

error: Content is protected !!