કેરળ: કોચિ શિપયાર્ડમાં વિસ્ફોટ થતા 5ના મોત, 11 ઘાયલ

કેરળ: કેરળના કોચિન શિપયાર્ડમાં વિસ્ફોટ થતાં  પાંચ લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કોશિષ હાથ ધરી છે.

ઓએનજીસીનું સાગર ભૂષણ નામનું આ શિપ સમારકામ માટે કોચ્ચિન શિપયાર્ડમાં લવાયું હતું. આ દરમિયાન વોટર ટેન્કમાં કોઈ કારણસર બ્લાસ્ટ થયો હતો. જોકે, આ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

કોચ્ચિન શિપયાર્ડ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે, “બે ક્રૂ મેમ્બર શિપની અંદર ફંસાયેલાં છે. જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.”

કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાંસપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.  તેઓએ  કહ્યું કે, કોચ્ચિન શિપયાર્ડના મેનેજિંગ ડાયરેકટર સાથે વાત કરી છે. ઘાયલોને તમામ મેડિકલ સુવિધાઓ આપવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.

error: Content is protected !!