પાકિસ્તાન કોઇ કાવતરું કરતું નથી: ફારૂખ અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ફારૂખ અબ્દુલ્લાએ મંગળવારે ગુજરાત ઇલેક્શનમાં પાકિસ્તાનની કોઇપણ પ્રકારની ભૂમિકાનો ઇન્કાર કર્યો હતો. અબ્દુલ્લાએ કહ્યું, “પાકિસ્તાન કોઇ કાવતરું કરતું નથી અને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસે પાકિસ્તાન સાથે કોઇ કાવતરું નહોતું કર્યું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં મનમોહન સિંહ અને મણિશંકર ઐયર પર પાકિસ્તાની ઓફિસરોને મળવાનો અને ચૂંટણીને પ્રભાવિત કરતું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો હતો.

વડાપ્રધાન મોદીના આરોપો પર અબ્દુલ્લાએ કહ્યું કે, મોદી પોતે લાહોર જઇને ખાવાનું ખાય છે, નવાઝ શરીફની પૌત્રીના લગ્નમા ભાગ લે છે. શું તે સમયે પાકિસ્તાનીઓએ તેમના વિરુદ્ધ કાવતરું કર્યું હતું?

વધુમાં અબ્દુલ્લાએ કોઇનું નામ લીધા વગર કહ્યું કે, કોંગ્રેસ ગુજરાત ચૂંટણી જીતી શકતી હતી, જો પાર્ટીના કેટલાક નેતાઓએ ખોટા શબ્દોનો ઉપયોગ ન કર્યો હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે વડાપ્રધાન મોદી માટે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મણિશંકરના આ નિવેદનને પગલે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ તો તેને માફી માગવાનું કહ્યું અને બાદમાં વિવાદ વધુ વિકારતો જોઈએ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, અબ્દુલ્લા આ અગાઉ પણ પાકિસ્તાન પ્રત્યેનો પોતાનો જુકાવ દર્શાવી ચુક્યા છે. અગાઉ તેમને પીઓકેને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો હતો. જેને લઈને સર્જાયેલા વિવાદની પ્રતિક્રિયામાં તેમણે કહ્યું હતું કે, પીઓકે કોઈના બાપનું નથી. પાકિસ્તાનનું છે,

error: Content is protected !!