ગુજરાત સહીત દેશભરમાં શિવરાત્રીના પર્વની ઉજવણી, મંદિરોમાં ભક્તોની જામી ભીડ

સોમનાથઃ આજે (મંગળવારે) ગુજરાત સહીત દેશભરમાં શિવરાત્રીના પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો દિવસ. આજે દેશભરના શિવાલયો હર હર ભોલે નાથ,  હર….ના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. શિવાલયોમાં વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ભક્તો ભોળાનાથને રીઝવવા ધ્વજારોહણ, રૂદ્રાભિષેક, જલાભિષેક, યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

બીજી તરફ જૂનાગઢમાં ગીરનાર તળેટીમાં આવેલા મૃગિ કુંડમાં નાગા સાધુઓએ શાહી સ્નાન કર્યું હતું. શિવાલયોમાં સમગ્ર દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન વિવિધ સ્થળો પર આયોજન કરવામાં આવ્યા છે. બીજી તરફ ઠેર-ઠેર ભોળાનાથને વ્હાલી  ભાંગ પણ લોકોએ પ્રસાદીના રૂપમાં પીધી હતી.

હિન્દુઓનાં મહત્વનાં તહેવારો પૈકી એક શિવરાત્રીના પર્વને લઈને સોમનાથ મંદિરને પણ અવનવી લાઈટીંગથી અદભૂત રીતે સજાવવામાં આવ્યું છે. પ્રાચીન ભારતીય પરંપરામાં ફાગણ માસની ચતુર્દશીનાં દિવસે આવનાર શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવશે.

error: Content is protected !!