ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીને હાર્ટ અટેક આવતા દુબઈમાં નિધન

મુંબઈ:  બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું હ્રદયની ગતિ થંભી જવાથી (કાર્ડિયાક અરેસ્ટ) દુબઈમાં શનિવારે અચાનક નિધન થઈ ગયું. 54 વર્ષીય શ્રીદેવીએ પોતાના શ્રેષ્ઠ અભિનયથી સૌકોઈના દિલ જીત્ય હતા આ સાથે જ તેને વર્ષ 2013માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવી હતી.

શ્રીદેવી તેના પતિ બોની કપૂર અને નાની પૂત્રી ખુશી સાથે મોહિત મારવાહના લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દુબઈ ગઈ હતી. જ્યાં તેને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા તેનું નિધન થયું હતું. શ્રીદેવીના મૃતદેહને મુંબઈ લાવીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જોકે, તેના મુંબઈ ખાતેના ઘરે અત્યારથી જ લોકો ભેગા થઈ રહ્યાં છે. તેની મોટી પુત્રી જ્હાનવી શુટિંગની વ્યસ્તતાના કારણે દુબઈ જઈ શકી ન હતી. તેથી, તે મુંબઈમાં જ છે.

શ્રીદેવીની ઓચિંતી વિદાયને લઈને બોલિવૂડના તમામ કલાકારો જાણે સ્તબ્ધ જ થઈ ગયા છે. બોલિવૂડ કલાકારોએ ટ્વીટ કરીને શ્રીદેવીને શ્રધાંજલિ પાઠવવાની સાથે દુખ વ્યક્ત કર્યું હતું.

શ્રીદેવીએ દુબઈમાં લગ્ન પ્રસંગમાં લીધેલી તસવીર તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

 

Antara Marwah❤️❤️😘😘

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

Related Stories

error: Content is protected !!