વડોદરા જીઆઇડીસીમાં ફાયબરના પતરાં બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

વડોદરા: વડોદરામાં ફાયબરના પતરાં બનાવતી કંપનીમાં આજે (સોમવાર) બપોરના સમયે અચાનકમાં જ આગ લાગી ગઈ હતી. જે બાદ આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારોમાં અફડાતફડી મચી ગઈ હતી.  ભીષણ આગની ઘટનાને પગલે 5 ફાયર બ્રિગેડ ની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગળઆગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધાર્યા હતા.

માહિતી મુજબ વડોદરામાં જી આઈડીસીમાં આવેલી આ કંપનીમાં ફાયર સેફ્ટિનો અભાવ હોવાને કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, આ કંપનીમાં આગ શેના કારણે લાગી તેનું કારણ હજુ જાણી શકાયું નથી.

error: Content is protected !!