અમદાવાદ : પ્રહલાદનગરમાં રહેણાંક ઍપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં લાગી આગ, દંપતિનું મોત

અમદાવાદ : અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળ પર રહેણાંક ફ્લેટમાં આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે માહિતી આપી હતી.

ઈશાન -3 એપાર્ટમેન્ટ્સના બી ટાવરના ફ્લેટ નંબર 64 ના સ્ટોર અને રસોડામાં રાત્રીના 2:30 કલાકે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પરિવારના સભ્યો ઊંઘી રહ્યા હતા અને બાદમાં ફ્લેટમાં આગ લાગી હોવાને કારણે ગરમી, ગાઢ ધુમાડો સમગ્ર ઘરમાં ફેલાતા પરિવારજનો જાગી ગયા હતા. જેઓને ફ્લેટની બહાર કાઢવામાં આવ્યા હતા.

પરિવારના વડા અચલ શાહ, જેમણે ખાનગી કંપનીમાં કામ કર્યું હતું અને તેમની પત્ની પ્રેમીલા આજે એક હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા, જ્યારે તેમની પુત્રી આરોહી, રીષિતા અને માતાને પણ ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમને અસ્વસ્થ હાલતમાં પડોશીઓએ ઘરની બહાર કાઢ્યા હતા. બેભાન સ્થિતિમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાની એફએસએલની તપાસ પણ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારાં સામે આવ્યું છે.

ફાયર ઓફિસરે કહ્યું હતું કે, આ કેસમાં આગ માત્ર સ્ટોર રૂમ સુધી જ મર્યાદિત હતી, પરંતુ સ્લાઈડિંગ કાચની બારીઓ બંધ હોવાથી ધુમાડો સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો.  આ કિસ્સામાં મૃત્યુ એ ધુમાડાના કાર્બન મોનોક્સાઇડને કારણે થયું હોવાનું કહેવાય રહ્યું છે.

પ્રહલાદનગરના ઇશાન ટાવરમાં મોડી રાત્રે લાગી આગ, દંપતિ જીવતું ભૂંજાયું, 4 જેટલાં લોકો બેભાન

error: Content is protected !!