ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાના ઢગલામાં લાગી ભીષણ આગ

ગોંડલ : રાજકોટનાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગતા અફરા -તફરીનો માહોલ સર્જાયો હતો. યાર્ડમાં આગ લાગતા મરચાની હજારો બોરીઓનો સ્ટૉક બાળીને ખાક થઇ ગયો હતો. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. યાર્ડમાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પ કાબુમાં મેળવવાની કવાયત હાથ ધરી હતી. માર્કેટ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાય રહ્યા હતા.

આગની ઘટનાને કારણે ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે. પરંતુ વેપારી એસોસિએશનનાં પ્રમુખે કહ્યું હતું કે, ‘હાલના સમયમાં મરચા ખુલ્લા પટમાં રાખવામાં આવે છે. યાર્ડમાં અજાણયા કારણોસર આગ લાગી હતી અને જોત જોતામાં આગ મરચાનાં ઢગલામાં પ્રસરી હતી. આગમાં મરચાનો જથ્થો બાળીને ખાક થવાની સાથે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આહની ઘટનાને કારણે અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ માહિતી મુજબ 40થી વધુ ખેડૂતોનાં મરચા આગની લપેટમાં આવી ગયા છે.’

માર્કેટયાર્ડનાં પ્રમુખે કહ્યું કે, ખેડૂતોનું નુકસાન માર્કેટયાર્ડ તરફથી ભરપાઇ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રાન્સફૉર્મરમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે અને ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવામાં આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

error: Content is protected !!