દહાણું નજીક માલગાડીમાં આગ લાગતા અમદાવાદ – મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો

મુંબઇ : મહારાષ્ટ્રનાં દહાણું અને વાનગાંવ વચ્ચે ગઈકાલે (ગુરુવારે) મોડી રાત્રે પસાર થતી માલગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો હતો. આ આગને કારણે આજે (શુક્રવારે) સમગ્ર દિવસ ટ્રેનો મોડી ચાલી રહી હતી. જેને કારણે તહેવારોના દિવસોમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માલગાડીનાં ક્ન્ટેનરમાં આગ લાગતા જ રેલ્વે અધિકારીઓ તથા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

માલગાડીમાં આગની ઘટનાને કારણે અનેક ટ્રેનોનાં સમય પત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કેટલીક ટ્રેનો રદ્દ પણ કરવામાં આવી છે. ઘટનાને પગલે ટ્રેનો મોદી ચાલતી હોવાથી સુરત રેલ્વે સ્ટેશન પર પણ હજારો મુસાફરો અટવાઇ ગયાં હતા. અનેક ટ્રેનો રદ્દ થતાં લોકોનું દિવાળી વેકેશન માટે જતા લોકો પણ અટવાયા હતા.

આ ઘટનાને કારણે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી, ડબલડેકર, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની મહત્વની ટ્રેનોનાં રૂટ પણ ટૂંકાવી દેવાયાં છે.

error: Content is protected !!