સુરત: ઉધના રેલ્વે સ્ટેશને ઉભેલી મેમુ ટ્રેનમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

સુરત: સુરતનાં ઉધના રેલ્વે સ્ટેશન પર ઉભેલી ભરૂચ શટર મેમુ ટ્રેનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચેલી ટીમે પાણીનો મારો ચાલવી થોડા સમયમાં જ આગને કાબુમાં લઇ લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં ટ્રેનના 2 કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા હતા. આ આગમાં જાનહાનિનાં કોઇ સમાચાર નથી. આગ ક્યાં કારણોસર લાગી તે જાની શકાયું નથી.

ટ્રેનમાં લાગેલી ભયંકર આગને કારણે રેલ્વે વ્યવહાર 30 મિનિટ સુધી ખોરવાયો હતો. મેમુ ટ્રેનમાં આગ લાગતા જ રેલ્વે તંત્ર દોડતું થઇ ગયું હતું. જોકે, ગણતરીના સમયમાં જ આગ કાબુમાં આવી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ ક્યાં કારણે આગ લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ઉધના યાર્ડમાં ખાલી પડેલી ટ્રેનમાં આગ લાગતાં રેલવેના અધિકારીઓ થયાં દોડતાં

error: Content is protected !!