રાજકોટઃ ટાયરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ચાર ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

રાજકોટ : રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટાયરના ગોડાઉનમાં આજે (બુધવારે) અચાનક ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં ટાયર હોવાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાટી નીકળેલી આગ અંગે જાણ કરવામાં આવતા 4 ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઉલ્લેખનીકય છે કે, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ આસપાસના સ્થળોએ ફોડવામાં આવતા ફટાકડાને કારણે તિખારો ગોડાઉનમાં ગયો હોવાથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તહેવારના દિવસોમાં જ આગની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ સાથે જ ટાયરનું ગોટાઉન હોવાથી આગ વિકરાળ સ્વરુ ધારણ કરશે તેવી ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ તાત્કાલિક ઘટના સ્થળ પાર પહોંચેલી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

error: Content is protected !!