વાપી : જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં લાગી આગ, મેજર કોલ જાહેર

(તસવીર પ્રતીકાત્મક છે)

 

વાપી: વાપી જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જે અંગેની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘાટ સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધાર્યા હતા. કેમિકલ ટેન્કરમાં લાગેલી આગ જોત જોતામાં આખી કંપનીમાં પ્રસરી ગઇ હતી. આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.

જીઆઈડીસીમાં થર્ડ ફેઝમાં આવેલી પ્રથમ કેમિકલ કંપનીમાં પાર્ક કરાયેલા કેમિકલ ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલ હોવાને કારણે આગ બુઝાવવામાં ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આ સાથે જ  ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હોવાને કારણે આસપાસના ફાયર સ્ટેશનના ફાયર ટેન્કર પણ ઘટના સ્થળે પહોંચી એકસાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જીઆઈડીસીમા આવેલી અન્ય કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે, ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ એન્ગલથી પાણીનો મારો ચલાવી આગને પ્રસરતા અટકાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!