સોલાર એલાયન્સનું ઉદ્દઘાટન, વડાપ્રધાન મોદીએ કહ્યું- સૂર્ય વિશ્વનો આત્મા

નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોન 3 દિવસ ભારતની મુલાકાતે આવ્યા છે. શનિવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે કુલ 14 કરારો પર હસ્તાક્ષર કરાયા બાદ આજે (રવિવારે) મેક્રોન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સમિટ) સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ સોલાર એલાયન્સમાં 121 દેશો જોડાય તેવી શકયતા છે. સમિટનો ઉદેશ્ય ભાગ લેનાર દેશોની સસ્તી, સ્વચ્છ ઉર્જા આપવાનો છે. રાષ્ટ્રપતિ મેક્રોનના ઉદ્ઘાટન ભાષણની સાથે સંમેલનની શરૂઆત કરાઈ હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો નાનાકડો છોડ તમારા તમામનો પ્રયાસ અને પ્રતિબદ્ધતાના બીજ રોપ્યા વગર શક્ય બન્યું જ ના હોત. 121 સંભવિત દેશોમાંથી 61 આ એલાયન્સની સાથે જોડાઈ ચૂકયા છે અને 32 દેશોએ રૂપરેખા પર કરાર કરી સહમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારતમાં વેદોએ હજારો વર્ષથી સૂર્યને વિશ્વની આત્મા માની છે. ભારતમાં સૂર્યને આખા જીવનનો પોષક મનાય છે. આજે કલાયમેટ ચેન્જના પડકારને ઉકેલવાનો રસ્તો શોધી રહ્યા છીએ, તો પ્રાચીન દર્શનને સંતુલન અને સમગ્ર દ્રષ્ટિકોણની તરફ જોવું પડશે.

ISA समिट: 2022 तक पैदा करेंगे 100 GW सोलर बिजली- PM मोदी

ભારતમાં દુનિયાનું સૌથી મોટું રિન્યુએલબલ એનર્જી વિસ્તાર કાર્યક્રમ શરૂ કર્યો છે. અમે 2022 સુધીમાં આમાંથી 175 ગીગા વોટ વીજળી ઉત્પન્ન કરીશું જેમાં 100 ગીગાવોટ વીજળી સૌરથી હશે, તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,  2015માં વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે પેરિસમાં આઇએસએની રચના કરી હતી. ત્યારબાદ 2016મા ઓલાંદે જ તેના એલાયન્સના હેડક્વાર્ટરનો પાયો ગુડગાંવમાં રાખ્યો હતો.

error: Content is protected !!