પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરનારે 33 શરતોનું પાલન, 23 મુદ્દાની બાહેંધરી આપવી પડશે

સુરત, દેશગુજરાત: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર મેળવવા ઈચ્છતા લોકો માટે સુરતમાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફોર્મ વિતરણના પ્રથમ સપ્તાહમાં જ 50 હજારથી વધુ ફોર્મનું વેચાણ થયું હોવાની માહિતી મળી છે. ઘરનું ઘર મેળવવા ઇચ્છતા શહેરીજનોને આ ફોર્મમાં 33 શરતોનું પાલન કરવાનું રહેશે તેમજ 23 મુદ્દાની લેખિત બાંહેધરી એટલે કે સોગંદનામું રજુ કરવાનું રહેશે.

ફોર્મમાં આપેલી વિગતો અને શરતો પરથી કહી શકાય કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકું મકાન મેળવવા માગતા લોકોએ આકરી શરતોનું પાલન કરવું પડશે.

ઈડબ્લ્યુએસ વન અને ઈડબ્લ્યુએસ ટુ માટે સફળ થયેલા લાભાર્થીપ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અન્ય સ્કીમોનો લાભ લઇ શકશે નહીં. અફોર્તેબળ હાઉસીંગ ઇન પાર્ટનરશીપ, બેનીફીસયરી લેડ કન્સ્ટ્રકશન, ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ, ઇન સાઈટ સ્લમ રીડેવલોપમેન્ટ લાભ મેળવનારા લાભાર્થીઓને આ સ્કીમ હેઠળ બાકાત કરવામાં આવશે.

અગાઉ બેંકલોન સંદર્ભે મોટી મથામણ થઇ ચુકી હોવાથી આ વખતે પાલિકા દ્વારા બેંકને આવાસ અંગેના જરૂરી ડોક્યુમેન્ટ જ પુરા પાડવામાં આવશે. આવક સંદર્ભના તથા બેંકની માગણી મુજબના અન્ય આનુસંગિક પુરાવાઓ અરજદારે પુરા પાડવાના રહેશે. બાંધકામની જમીન 99 વર્ષના ભાડાપટેથી અપાશે. માલિકી હક્કે નહીં, એવું અત્યારથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. કોઈપણ સંસ્થા, પેઢી કે ટ્રસ્ટના નામે અરજી થઇ શકશે નહીં. માત્ર વ્યક્તિગત નામે જ અરજી કરી શકાશે. આવાસ મેળવવા અરજી ફોર્મમાં ભરવાની વિગતોને લઈને ખોટી એફિડેવિટ કરનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

અરજદારોને આ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા કુલ, 56 મુદ્દાનો ખ્યાલ રાખવો પડશે. આ ઉપરાંત 23 મુદ્દાની લેખિત બાહેંધરી આપવાની રહેશે.

error: Content is protected !!