મતદાન જાગૃતિ માટે ગાંધીનગરમાં દિવ્યાંગ, વયોવૃધ્ધ અને યુવા મતદારોના સન્માન સાથે યોજાઈ કવીઝ સ્પર્ધાઓ

ગાંધીનગર:  ગાંધીનગર જિલ્લાની શાળાઓના બાળકો દ્રારા વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ અન્વયે અનેક કાર્યક્રમોના કરાયેલા આયોજનમાં અનેરા ઉત્સાહ સાથે ભાગ લઇ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

ગાંધીનગર જિલ્લાની આલમપુર શાળામાં મંગળવારે દિવ્યાંગ, વયોવૃધ્ધ અને યુવા મતદારોના અનોખા સન્માન કાર્યક્રમના આયોજન દ્વારા મતદાન જાગૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.ધણપ ગામે શાળાના બાળકોએ વિશાળ સંખ્યામાં મતદાન કવીઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યારે પેથાપુર અને ગાંધીનગરની સેકટર-24માં આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

error: Content is protected !!