ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ 54 ટકા જેટલું વધીને અત્યાર સુધીનું સર્વાધિક 3.36 અબજ ડોલર થયું

અમદાવાદ, દેશગુજરાતઃ ફોરેન ડાઈરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(FDI)ના મામલે ગુજરાત હાલ તેની શ્રેષ્ઠ સ્થિતીએ છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના રાજ્ય ગુજરાતમાં નાણાકીય વર્ષ 2016-17માં ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(સીધુ વિદેશી મૂડીરોકાણ) પચાસ ટકાથી વધુના વધારા સાથે વાર્ષિક 3.36 અબજ ડોલર (રૂ. 22,610 કરોડ)ની ઉંચી સપાટીએ પહોંચ્યું છે. આ સાથે જ  તમિલનાડુ અને કર્ણાટક આ બે રાજ્યોને પાછળ છોડી ગુજરાત વિદેશી મૂડીરોકાણની દ્રષ્ટિએ દેશનું ત્રીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળ બન્યું છે.

ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ (ડીઆઇપીપી) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર 2016-17માં ગુજરાતમાં 3.367 અબજ ડોલરનું એફડીઆઈ નોંધાયું હતું, જે 2015-16ના 2.24 અબજ ડોલરના (14,667 કરોડ રૂપિયા) મૂડીરોકાણની સરખામણીમાં 54 ટકાનો મોટો વધારો સૂચવે છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, 2015-16માં રાજ્યમાં એફડીઆઇનો પ્રવાહ સર્વોચ્ચ સ્તરે હતો, જેનો અર્થ એ થયો કે રાજ્યએ 2016-17માં પણ સતત એફડીઆઈ મેળવ્યું છે. 2016-17માં દેશના કુલ એફડીઆઈમાં ગુજરાતનો હિસ્સો 2-3 ટકાથી વધીને 7.75 ટકા થઈ ગયો છે.

 

ભારતના એફડીઆઈ પ્રવાહ પર નજર કરીએ તો,

2014-15       $ 30.93 બિલિયન

2015-16       $ 40.00 બિલિયન

2016-17       $ 43.48 બિલિયન

દેશના 5 રાજ્યોમાં એફડીઆઈની સ્થિતિ

રાજ્યો

2016-17 2015-16 2014-15

મહારાષ્ટ્ર

19.66 9.51 6.36

દિલ્હી

5.88 12.74 6.87
ગુજરાત 3.36 2.24

1.53

તામીલનાડુ 2.22 4.53

3.82

કર્ણાટકના 2.13 4.12

3.44

error: Content is protected !!