આજે વૃદ્ધાશ્રમમાં રહેતા ટીએન શેષને ચૂંટણી પંચમાં કર્યા હતા મહત્વના ફેરફારો

નવી દિલ્હી, દેશગુજરાત: તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં વિરોધ પક્ષે ચૂંટણી પંચ પર ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા. પરંતુ ચૂંટણીમાં પારદર્શકતા લાવી અને ચૂંટણી સિસ્ટમ સંપૂર્ણપણે બદલવાનો શ્રેય પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષન ફાળે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી શેષન ગુમનામ જીવન જીવે છે. 85 વર્ષીય શેષન આજકાલ વૃદ્ધાશ્રમમાં રહે છે.

એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે શેષન ચેન્નઈમાં પોતાના જ ઘરથી 50 કી.મી.દૂર વૃદ્ધાશ્રમમાં રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે, શેષને જ તબક્કા પ્રમાણે ચૂંટણીની શરૂઆત કરી હતી. તેમનો આ નિર્ણય સીમાચિહ્ન સાબિત થયો. હાલ તો તેઓ પોતાના ઘરે રહી રહ્યા છે. પરંતુ તેઓ વારંવાર વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા જાય છે.

શેષન લાંબા સમયથી શાંતિનું જીવન જીવે છે. તે સત્ય સાઈ બાબાના ભક્ત છે. 2011માં તેમના નિધન બાદ શેષન આઘાતમાં સારી પડ્યા હતા. રિપોર્ટ અનુસાર, શેષનને ભૂલવાની બીમારી થઇ ગઈ હતી.

તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી ટી.એન.શેષન ભારતના 10માં ચૂંટણી કમિશનર બન્યા હતા. 12 ડિસેમ્બર, 1990 થી 11 ડિસેમ્બર, 1996 સુધી તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા હતા. તેમના શાસનકાળ દરમિયાન સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે તેઓ નિયમોને વળગી રહ્યા હતા.

બિહારની ચૂંટણી સમયે કર્યા હતા ફેરફારો

શેષને 1995માં બિહારથી ચૂંટણીમાં સુધારાની શરૂઆત કરી હતી. તે સમયે બિહારમાં બૂથને કબજે (બૂથ કેપ્ચરીંગ) કરવાનો મુદ્દો ખૂબ મોટો હતો. શેષને બિહારમાં કેટલાય તબક્કામાં ચૂંટણી યોજી હતી અને ચૂંટણીની તૈયારીના સંદર્ભમાં ચૂંટણીની તારીખોમાં પણ અનેક વખત ફેરફાર કર્યા હતા. તેમણે બિહારમાં બૂથ કબજે થતા રોકવા માટે સેન્ટ્રલ પોલીસ ફોર્સનો ઉપયોગ કર્યો હતો, તે સમએ આ નિર્ણયની બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

error: Content is protected !!