જયાપ્રદાએ સપા નેતા આઝમ ખાનની સરખામણી અલાઉદ્દીન ખીલજી સાથે કરી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના રામપુરના પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાએ સમાજવાદી પાર્ટી (સપા)ના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર ગંભીર આરોપ લગાવ્યાં છે. એટલું જ નહીં પરંતુ જયાપ્રદાએ આઝમ ખાનની સરખામણી અલાઉદ્દીન ખીલજી સાથે કરી હતી.  ન્યૂઝ એજન્સીની માહિતી પ્રમાણે જયાપ્રદાએ કહ્યું કે, જ્યારે હું ફિલ્મ પદ્માવત જોઈ રહી હતી ત્યારે અલાઉદ્દીન ખીલજીને જોઈને મારા ધ્યાનમાં આઝમ ખાન આવી રહ્યાં હતાં. હું વિચારી રહી હતી કે જ્યારે હું ચૂંટણી લડી રહી હતી ત્યારે તે વ્યક્તિએ મને કેવી રીતે હેરાન કરી હતી.

Image result for jayaprada azam khan

જયાપ્રદાએ આઝમખાનના ગઢ રામપુર બેઠકથી સપાની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતી હતી. અખિલેશ યાદવના સપા અધ્યક્ષ બન્યા બાદ અમર સિંહ અને જયાપ્રદાને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, મુલાયમ સિંહ યાદવના મિત્ર રહી ચૂકેલા અમર સિંહ અભિનેત્રી જયાપ્રદાને રાજકારણમાં લાવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ જયાપ્રદાએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવને બગડેલું બાળક કહીને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ‘અખિલેશ બગડેલ બાળક છે. તેમણે ભગવાન રામ પાસેથી શિખવું જોઈએ કે, જેઓ પિતાનું વચન નિભાવવા માટે રાજપાઠ ત્યાગીને વનવાસમાં જતા રહ્યાં હતાં.’

error: Content is protected !!